જામનગર શહેરમાં હરિયા કોલેજ રોડ પર આવેલી દ્વારકા સોસાયટીમાં રહેતાં ટ્રાન્સપોર્ટરના બંધ મકાનમાંથી તસ્કરો રૂા.40000 ની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હરિયા કોલેજ રોડ પર આવેલી દ્વારકેશ સોસાયટી 2 માં બ્લોક નં.48/3 માં રહેતાં રવિન્દ્રભાઈ બદ્રીપ્રસાદ સોની નામના ટ્રાન્સપોર્ટર ગત તા.28 થી 11 સપ્ટેમ્બર સુધી 14 દિવસ બહારગામ ગયા હતાં. તે દરમિયાન અજાણ્યા તસ્કરો મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલી રૂા.10,020ની કિંમતની 334 ગ્રામ કાચી ચાંદી તથા રૂા.9000 ની કિંમતના સાંકળાની જોડી તથા રૂા.6000 ની કિંમતના 100 ગ્રામ ચાંદીના બે સીક્કા અને રૂા.3000ની કિંમતના 50 ગ્રામ ચાંદીના બે સીક્કા તેમજ 2400 ની કિંમતના 20 ગ્રામ ચાંદીના 4 સીક્કા તથા રૂા.3000 ની કિંમતના 10 ગ્રામ ચાંદીના 10 સીક્કા અને રૂા.6000 ની કિંમતના 200 ગ્રામ ચાંદીના ચાર સાંકળા તેમજ રૂા.1500 ની કિંમતની 50 ગ્રામ ચાંદીની ચાર માછલી મળી કુલ રૂા.40920 ની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયાના બનાવની જાણના આધારે પીએસઆઈ આર.ડી.ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી.
જામનગરની દ્વારકેશ સોસાયટીમાં ટ્રાન્સપોર્ટરના બંધ મકાનમાંથી ચોરી
14 દિવસ બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું : 40 હજારની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી : પોલીસ દ્વારા તપાસ