જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા પિતળના કારખાનામાંથી અજાણ્યા શખ્સોએ સટ્ટરના તાળા તોડી રૂા.4,80,000ની કિંમતનો લોખંડ અને પિતળનો ત્રણ ટન જેટલો ભંગાર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતાં ભૂપતભાઈ ફલિયાના શંકરટેકરી ઉદ્યોગનગર મેલડી માતાજીના મંદિર સામે આવેલા શેડ નં.420/2 નંબરના શેડના ગોડાઉનના સટ્ટરના અજાણ્યા તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી ચાર માસના સમય દરમિયાન કોપર અને પિતરની રવાન તથા પિતળનો ઠાહો અને લોખંડ તથા પિત્તળના ભંગારના બાચકા અને પ્લાસ્ટિકની સર્કિટ સહિતનો રૂા.4.80 લાખની કિંમતનો ત્રણ ટન જેટલો ભંગાર ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગેની જાણ થતા ભૂપતભાઈના પુત્ર મહેશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.કે.નારિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીના બનાવની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.