Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરડીડીઓની ઓફિસ બહાર જ યુવાને ફીનાઈલ ગટગટાવ્યું - VIDEO

ડીડીઓની ઓફિસ બહાર જ યુવાને ફીનાઈલ ગટગટાવ્યું – VIDEO

ચેલા નજીકની સોસાયટીઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત: સરપંચ સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર: રજૂઆત સમયે યુવાને ફીનાઇલ ગટગટાવતા જી. જી. હોસ્પિટલમાં ખસેડાયો

જામનગરની જીલ્લા પંચાયતમાં ડીડીઓની ચેમ્બર બહાર રજૂઆત કરવા આવેલા ગ્રામજનો પૈકીના એક યુવાને ફીનાઈલ ગટગટાવતા દોડધામ મચી ગઈ હતી અને યુવાનને તાત્કાલિક સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ચેલા ગામની સીમ વિસ્તારમાં આવેલી સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ દ્વારા ગામના સરપંચ વિરૂધ્ધ આવેદનપત્ર પાઠવવામાં માટે જિલ્લા પંચાયતમાં ડીડીઓને આપવા આવ્યા હતાં આ આવેદનપત્રમાં ચેલા ગામના ગોકુલધામ, પ્રણામી, દ્વારકેશ અને શિવમ સોસાયટીના રહેવાસીઓ માટે નદીમાંથી આવવા જવા માટે ફકત એક જ કોઝવે હતો જે તૂટી ગયો હતો અને વીજથાંભલા પણ પડી ગયા હતાં તેમજ દર ચોમાસામાં કોઝ-વે તૂટી જવાના કારણે ઘરમાં પૂરાઈ રહેવું પડે છે. સરપંચ દ્વારા આ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. જેના કારણે સરપંચ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવા આવ્યા હતાં. તે દરમિયાન વિપુલભાઈ ડાભી નામના યુવાને ડીડીઓની ઓફિસ બહાર જ ફીનાઈલ ગટગટાવતા દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વિપુલભાઈને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular