જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા સુભાષપાર્કમાં રહેતાં પરિણીત યુવાને શનિવારે વહેલીસવારના સમયે ગ્રીનસિટી વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા સુભાષપાર્કમાં રહેતો અને મજૂરી કામ કરતો રમેશભાઈ રામજીભાઈ ધૈયડા (ઉ.વ.30) નામના યુવાને કોઇ અગમ્યકારણોસર શનિવારે વહેલીસવારના સમયે ગ્રીનસીટી પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રવિવારે યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની મૃતકની પત્ની પાર્વતીબેન દ્વારા જાણ કરાતા હેકો આર.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.