દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામમાં રહેતાં યુવાને તેના ખેતરમાં ઝાડની ડાળીમાં અગમ્ય કારણોસર આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામે રહેતા ગોવિંદભાઈ ગોપાલભાઈ સોનગરા (ઉ.વ.30) નામના યુવાને ગત તા.5 ના રોજ કોઈ અકળ કારણોસર પોતાની વાડીમાં આવેલા ઝાડની ડાળીમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ સાગર ગોપાલભાઈ સોનગરાએ કલ્યાણપુર પોલીસને કરી છે.