જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ગલપાદર ગામે યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં ગલપાદરગમે રહેતા અને ખેતી કામ કરતા એહમદભાઈ સમા (ઉ.વ. 21) નામના યુવાને તા. 18 ના રોજ કોઈ અગમ્યકારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મૃત્યુ થયું હતું. આ અંગે વલીમાંમદભાઈ હાજીભાઇ સમા દ્વારા કાલાવડ પોલીસને જાણ કરતા હે.કો. વી.વી.છૈયા એ કાર્યવાહી હાથ ધરી હતી.