જામનગર શહેરમાં સુભાષ શાક માર્કેટ પાસે બે દિવસ પહેલાં ચા નહીં લઇ આવવાનો ખાર રાખીને શખ્સે યુવક ઉપર છરાના ઘા ઝિંકી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટ્ટણીવાસ વિસ્તારમાં રહેતો અને બકાલાનો વેપાર કરતાં મોઇનુદ્ીન યુનીસભાઇ સાઇલ્લા (ઉ.વ.19) નામનો યુવક મંગળવારે બપોરના સમયે તેની રેંકડી લઇને જતો હતો ત્યારે રંગુનવાલા હોસ્પિટલ પાસે રહેતાં શાહુ હનિફ શેખા નામના શખ્સે બે દિવસ પહેલાં મોઈનુદિનને ચા લેવાનું કહ્યું હતું પરંતુ તે ચા લઇ આવ્યો ન હતો. તેનો ખાર રાખી મંગળવારે બપોરે રેંકડી લઇને જતાં મોઈનુદિનને શાહુ શેખાએ આંતરીને જેમ-ફાવે તેમ ગાળો કાઢી હતી અને તેની પાસે રહેલા છરા વડે કપાળમાં તથા વાંસામાં તેમજ માથામાં ઘા ઝિંક્યા હતાં અને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવકને ારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ વી.આર. ગામેતિ તથા સ્ટાફે ઇજાગ્રસ્તના નિવેદનના આધારે ગુન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.