ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામે રહેતા મનીષભાઈ પૂંજાભાઈ ગોરફાડ નામના 40 વર્ષના યુવાનને તેમના પત્ની સાથે કામ બાબતે બોલાચલી થઈ હોય, જે બાબતે તેમને મનમાં લાગી આવતા પોતાના ઘરમાં રહેલી જંતુનાશક દવાની બોટલમાંથી તેમણે ઝેરી દવા પી લીધી હતી. આથી તેમને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખેસાડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.