જામનગર શહેરના લાલ બંગલા સર્કલ પાસે આજે સવારે જાહેર માર્ગ પર એક શખ્સ અચાનક રોડ પર પડી ગયો હતો. જેથી આ અંગેની જાણ કરાતા પોલીસે 108 દ્વારા શખ્સને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ટ્રાફિકથી ધમધમતા લાલ બંગલા સર્કલ પાસે જાહેર રોડ પર આજે સવારે એક શખ્સ અચાનક રોડ પર પડીને બેશુદ્ધ થઈ ગયો હતો. જો કે, સદનસીબે કોઇ વાહન તેની ઉપરથી પસાર થયું ન હતું. આ અંગેની જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી અને યુવાન કયા કારણોસર બેશુધ્ધ થઈ ગયો તે અંગેની તપાસ હાથ ધરી હતી. જો કે, તબીબોના પ્રાથમિક તારણમાં નશો ન કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.