Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયમોતનો લાઈવ વિડીઓ : પ્લેટફોર્મ પર દોડી રહેલ યુવક ટ્રેન આવતાની સાથે...

મોતનો લાઈવ વિડીઓ : પ્લેટફોર્મ પર દોડી રહેલ યુવક ટ્રેન આવતાની સાથે જ કુદી પડ્યો

- Advertisement -

મથુરાના રેલવે સ્ટેશન પર એક યુવકે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થઇ રહ્યા વિડીઓમાં જોઈ શકાય છે કે ટ્રેન નજીક આવતા જ યુવક તેની સામે પ્લેટફોર્મ પરથી કૂદી પડે છે. ટ્રેન તેની ઉપરથી પસાર થાય છે. આ ઘટનામાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઓળખ બાદ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

- Advertisement -

જીઆરપીને યુવકના ખિસ્સામાંથી કાગળો મળી આવ્યા હતા. જ્યારે તેના પર લખેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેની ઓળખ બચ્ચુ સિંહ નિવાસી તાલેગાંવ જિલ્લા, વર્ધા મહારાષ્ટ્ર તરીકે થઈ હતી. જીઆરપીએ મૃતકના પરિજનોને જાણ કરી હતી. યુવકની ઉંમર 30 વર્ષની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. તેણે શા માટે આપઘાતનું પગલું ભર્યું તે જાણી શકાયું નથી. આ દર્દનાક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular