જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં રહેતાં માલધારીનો વ્યવસાય કરતા દિલીપ પબા મોરી નામના યુવાનનો ભત્રીજો કિશન ચનાભાઈ મોરી (ઉ.વ.22) નામનો અભ્યાસ કરતો યુવક તેના ઘરેથી કોઇને જાન કર્યા વગર જતો રહ્યો હતો. શરીરે પાતળા બાંધાનો દુબળો વાન ધરાવતો હતો અને જમણા કાંડા પાસે ૐ ત્રોફાવેલ 5 ફૂટ 4 ઈંચ હાઈટ ધરાવતા અને પીળા કલરનો શર્ટ અને સફેદ સ્વેટર અને કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેરે કિશન અંગેની માહિતી મળે તો હેકો એમ.ડી. જાડેજા મો.98797 99450 ઉપર જાણ કરવા યાદીમાં જણાવે છે.