દેવભૂમિ દ્વારકા તાલુકાના હમુસર ગામમાં રહેતાં માનસિક અસ્વસ્થ યુવાને તેના ઘરે લોખંડના પાઇપમાં ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, દ્વારકા તાલુકાના હમુસર ગામે રહેતા રાયમલભા મુરુભા હાથલ નામના 38 વર્ષના હિન્દુ વાઘેર યુવાન છેલ્લા એકાદ માસથી માનસિક રીતે અસ્વસ્થ અવસ્થામાં હોય, જેથી તેણે ગઈકાલે સોમવારે પોતાના જૂના રહેણાંક મકાને જઈ અને પોતાના હાથે લોખંડના પાઇપમાં ઓઢણી બાંધી અને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. જે અંગેની નોંધ મૃતકના નાનાભાઈ કરસનભા મુરુભા હાથલે મીઠાપુર પોલીસને કરી છે.