Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમાતાએ વતનમાં ચાલ્યા જવાનું કહેતા યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

માતાએ વતનમાં ચાલ્યા જવાનું કહેતા યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

- Advertisement -

જામનગરના દરેડમાં મસીતીયા રોડ પર રહેતો પરપ્રાંતીય યુવક નિયમિત રીતે મજુરી કામે જતો ન હોવાથી માતાએ ઠપકો આપતા તે વાતનું ખોટું લાગી આવતા ગઈકાલના રોજ રાત્રીના સમયે યુવકે પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.

- Advertisement -

મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ દરેડ મસીતીયા રોડ પર રહેતા દેવપ્રકાશ અંબાપ્રસાદ ગંગવાર (ઉ.વ.25) નામનો યુવક દરેડમાં મજુરી કામ કરતો હોય પરંતુ નિયમિત મજુરી કામે ન જતા તેના માતા પ્રેમવતીએ વતનમાં ચાલ્યા જવાનું કહેતા યુવકને મનમાં લાગી આવતા ગઈકાલના રોજ પોતાની ઓરડીમાં લોખંડના પાઈપમાં સાળી બાંધી ગળાફાંસો ખાઈ લઇ જીવન ટુંકાવ્યું છે. આ ઘટના અંગે પ્રેમવતીએ પંચકોશી બી ડીવીઝન પોલીસ દફતરમાં જાણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular