Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયદીવના નાગવા બીચ પર સેલ્ફી લેવાના ચક્કરમાં યુવક દરિયામાં ડૂબ્યો

દીવના નાગવા બીચ પર સેલ્ફી લેવાના ચક્કરમાં યુવક દરિયામાં ડૂબ્યો

- Advertisement -

ઘણી વખત સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક અણબનાવો બનતા હોય છે. દીવના નાગવા બીચ પર પણ એક જ આવી જ ઘટના બની છે. મિત્રો સાથે ફરવા ગયેલ યુવક નાગવા બીચ પર ન્હાતી વખતે સેલ્ફી લેવા ગયો અને પગ લપસતા દરિયામાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું છે.

- Advertisement -

સુત્રાપાડા જીએચસીએલ કંપનીમાં નોકરી કરતા 6 મિત્ર રજા હોવાથી કાર લઈને ફરવા માટે દીવ ગયા હતા. અને સાંજના સમયે નાગવા બીચ પર ખડકની ટેકરીએથી સમુદ્રના મોજા સાથે સેલ્ફી લઇ રહ્યા હતા અને સેલ્ફી લેતી વખતે અચાનક જ મોજાં ઉછળતા આંધ્રપ્રદેશના દુર્ગા પ્રસાદ વેકતરાવ ઘેરીડી (ઉં.વ.38)નો પગ લપસ્યો અને દરિયામાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

યુવક દીવમાં ડુબી જતાં તાત્કાલિક ધોરણે સ્થાનિક વોટર સ્પોર્ટ્સ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. દરિયામાંથી બહાર કાઢીને યુવકને 108 દ્વારા દિવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.બાદમાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular