Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સતત વાંચનના તણાવમાં યુવકે જિંદગી ટૂંકાવી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સતત વાંચનના તણાવમાં યુવકે જિંદગી ટૂંકાવી

સીએની તૈયારીમાં સતત વાંચન : સોમવારે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા : પરિવારમાં શોકનું મોજુ: પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના લાલવાડી ઉમીયાનગર સામેના વિસ્તારમાં રહેતા યુવક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તૈયારી કરતો હતો અને સતત વાંચનના કરતો હોવાથી તણાવમાં આવીને તેના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં લાલવાડી ઉમીયાનગરની સામે પ્લોટ નં.17મા રહેતા શ્યામ પરેશભાઈ ઝાલા (ઉ.વ.23) નામનો યુવક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તૈયારી કરતો હતો આ તૈયારીના ભાગરૂપે સતત વાંચન કરતો હોવાથી વાંચનના તણાવમાં આવીને સોમવારે બપોરના સમયે તેના ઘરે રૂમની છતના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મૃતકના ભાઈ જય દ્વારા કરવામાં આવતા એએસઆઈ કે.પી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

અભ્યાસ કરતાં વિદ્યાર્થી યુવક-યુવતીઓ ઘણી વખત નાપાસ થવાથી અથવા તો પરીક્ષામાં પેપર સારા ન જવાથી જિંદગીનો અંત લઇ આવતા હોય છે. ભણતરના ભારને કારણે વિદ્યાર્થીઓનો ભોગ લેવાતો રહે છે. આવા સમયે ભણતર કરતા જિંદગીનું મહત્વ ઘણું વધુ હોય છે. પરંતુ એજ્યુકેશન ચલાવતી સંસ્થાઓ દ્વારા ભણતરની સાથે સાથે વિદ્યાર્થીઓને કોઇપણ પરીક્ષામાં નાશીપાસ ન થવું જોઇએ અને માત્ર એક વર્ષ કે એક પરીક્ષામાં પરિણામ વિપરીત આવવાથી જિંદગીનો અંત ન લઇ આવવો જોઇએ. આ પ્રકારના શિક્ષણ આપવા માટે પણ જરૂરી પગલાં લેવા જોઇએ જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ભણતરના ભાર અને ચિંતામાં જિંદગી ન ટૂંકાવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular