ભાણવડ તાલુકાના રૂપામોરામાં રહેતા યુવાને આર્થિક તંગીનો સામનો કરતો હતો તે દરમિયાન પરિવારની જમીનનો એક પરિવારજન દ્વારા ભાગ માંગતા આ બાબતનું મનમાં લાગી આવતા ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના રૂપામોરા વિસ્તારમાં રહેતા કરશનભાઈ જેઠાભાઈ ખરા નામના 45 વર્ષના યુવાને રવિવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો. આ બનાવ અંગે મૃતકના પત્ની મંજુબેન કરશનભાઈ ખરા દ્વારા ભાણવડ પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મૃતક યુવાનને છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગી હોય અને તેમની પરિવારની જમીન માટે તેમના એક પરિવારજન ભાગ માંગતા હોવાથી તે બાબતનું મનમાં લાગે આવતા તેમણે આ પગલું કરી લીધું હતું. જે અંગે ભાણવડ પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.