દ્વારકા તાલુકાના જૂની ધ્રેવાડ ગામે વાડી વિસ્તારમાં રહેતા નવઘણભા લખમણભા માણેક નામના 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાન છેલ્લા આશરે ચારેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય, તેમની સારવાર પછી પણ તેમને સારું ન થતા આ માનસિક બીમારીથી કંટાળી જઈને નવઘણભાઈએ પોતાના રહેણાંક મકાનના રસોડામાં દોરડા વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવની જાણ મૃતકના ભાઈ વેરશીભા લખમણભા માણેકે દ્વારકા પોલીસને કરી છે.