જામનગર શહેરમાં નવીવાસ વિસ્તારમાં રહેતા યુવાન મૈત્રીકરાર કરી યુવતી સાથે રહેતો હતો અને છેલ્લાં બે માસથી બન્ને સાથે બોલાચાલી થતી હોવાનું લાગી આવતા લાખોટા તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નવીવાસ મસ્જિદની બાજુમાં રહેતો અને રીક્ષાચલાવતા ઈરફાનશાહ દાઉદશાહ શાહમદાર (ઉ.વ.25) નામનો યુવાન તેની પત્ની સાથે મૈત્રીકરાર કરી રહેતો હતો અને આ દરમિયાન છેલ્લાં બે માસથી બન્ને વચ્ચે બોલાચાલી થતી હતી. જેથી બોલાચાલીનું મનમાં લાગી આવતા બુધવારે બપોરના સમયે ઘરેથી નિકળી અને લાખોટા તળાવમાં ઝંપલાવ્યું હતું. આ બનાવ અંગેની જાણ થતા જામનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને તળાવમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો. બાદમાં બનાવ અંગેની જાણ થતા હેકો એન.એફ. જાડેજા તથા સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના ભાઈ મોહસીનશાહના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૈત્રીકરારથી રહેતા યુવાનને યુવતી સાથે બોલાચાલીનું લાગી આવતા તળાવમાં ઝંપલાવ્યું
બે માસથી થતી બોલાચાલીના કારણે યુવાનનો આપઘાત: ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢયો : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી