જામનગર તાલુકાાના દરેડ ગામમાં આવેલા શિવમ પાર્ક વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાને પત્નીથી અલગ રહેવાના કારણે એકલવાયા જીવન થી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ,મૂળ ઉત્તરપ્રદેશના ઝાંસીના વતની અને જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા શિવમ પાર્ક વિસ્તારમાં રહેતાં રાહુલ હરીરામ જાટવ (ઉ.વ.31) નામનો મજૂરી કામ કરતો યુવાન તેની પત્નીથી અલગ રહેતો હતો અને કયાંય કામ કરવા જતો ન હતો. ઉ5રાંત એકલવાયા જીવનથી કંટાળીને ગુરૂવારે સાંજના સમયે તેના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ અંગેની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમે સ્થળ પર આવીને યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ અંગે મૃતકની પત્ની આરતીબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.