લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમ વિસ્તારમાં રહેતાં યુવાનની પત્નિને યુવાનની ભાભી સાથે થયેલી બોલાચાલી બાદ પત્નિ કહ્યા વગર રીસામણે જતી રહેતાનું મનમાં લાગી આવતાં રૂમના પંખામાં સાડી વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમ વિસ્તારમાં રહેતાં બેનુભાઇ કપીલ મારથા(ઉ.વ.26) નામના યુવાનની પત્નિને યુવાનના ભાભી સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ પત્નિ રૂબીબેન કોઇને જાણ કર્યા વગર માતા-પિતાના ઘરે ચાલી ગઇ હતી. પત્નિ રીસામણે જતી રહેતાં મનમાં લાગી આવતાં ગુરૂવારે સવારના સમયે તેના ઘરે રૂમની છતના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા જયાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની બ્રમચારીભાઇ દ્વારા જાણ કરાતા હેકો.આઇ.ડી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએફ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.