Thursday, December 26, 2024
Homeસ્પોર્ટ્સદુનિયાના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડીયમનું 23 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન, 24મીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે...

દુનિયાના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડીયમનું 23 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન, 24મીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મેચ

- Advertisement -

અમદાવાદના મોટેરા ખાતે બનેલ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું 23 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જયારે 24મી  ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ઇન્ટરનેશનલ મેચ યોજાશે. આ સ્ટેડીયમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ છે.

- Advertisement -

મોટેરા સ્ટેડીયમમાં 1 લાખ લોકો બેસી શકે તેટલી કેપેસીટી છે. પરંતુ કોરોના વાયરસની મહામારીના પરિણામે 50,000 લોકો બેસીને જ મેચ નિહાળી શકશે. નવનિર્મિત મોટેરા સ્ટેડીયમના ભવ્ય ઉદ્ઘાટનનો કાર્યક્રમ 23 ફેબ્રુઆરીએ સાંજે યોજવામાં આવશે. સ્ટેડિયમમાં લોકોની વચ્ચે ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે. મોબાઇલ અને પાકીટ સિવાય અન્ય કોઈ વસ્તુ સ્ટેડિયમમાં લાવવા પર મનાઈ ફરમાવવામાં આવશે. BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

નવું મોટેરા સ્ટેડિયમ 63 એકર વિસ્તારમાં બન્યું છેઅને તેમાં 1.10 લાખ લોકોના બેસવાની ક્ષમતા છે. વર્તમાનમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્નનું છે, જ્યાં 90,000 દર્શકો બેસી શકે છે. ભારતમાં વર્તમાનમાં સૌથી મોટું સ્ટેડિયમ કોલકાતાનું ઈડન ગાર્ડન છે, જેમાં 66,000 દર્શકોનું ક્ષમતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular