ટૂંક સમયમાં વિશ્વનો સૌથી મોટો IPO આવી રહ્યો છે. અને તે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક દ્વારા લાવવામાં આવશે. અહેવાલો અનુસાર મસ્ક તેમની કંપની, સ્પેસએક્સ માટે IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે જે ઇતિહાસમાં સૌથી મોટા પ્રારંભિક જાહેર ઓફરિંગની યાદીમાં ટોચ પર હશે.
એવું માનવામાં આવે છે કે આ ઇશ્યૂ આવતા વર્ષે એટલે કે 2026 માં લોન્ચ થઈ શકે છે ત્યારબાદ એલોન મસ્કની સંપતિ બમણી થઈ શકે છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, એલોન મસ્કની એરોસ્પેસ કંપની સ્પેસએક્સ આવતા વર્ષે $30 બિલિયન (આશરે રૂ. 2.7 લાખ કરોડ) એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ IPO દ્વારા કંપનીનું મૂલ્યાંકન $1.5 ટ્રિલિયન સુધી
પહોંચી શકે છે. જોકે, એલોન મસ્કની કંપની, સ્પેસએક્સ તરફથી તેમની IPO યોજનાઓ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
રિપોર્ટમાં જણાવાયું છે કે વોલ સ્ટ્રીટ પર સ્પેસએક્સની એન્ટ્રીથી એલોન મસ્કની વિશાળ સંપત્તિમાં વધુ વધારો થશે. વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં નંબર વન એલોન મસ્કની કુલ સંપત્તિ $465 બિલિયન છે.


