Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયટેલીકોમ-બ્રોડબેન્ડ-ઇન્ટરનેટની દુનિયામાં હલચલ મચશે

ટેલીકોમ-બ્રોડબેન્ડ-ઇન્ટરનેટની દુનિયામાં હલચલ મચશે

- Advertisement -

ધરતીના સૌથી અમીર અરબપતિ એલન મસ્ક હવે ઇન્ટરનેટની દુનિયામાં તહેલકો મચાવવાની પૂરી તૈયારી કરી ચૂકયા છે. વિશ્ર્વભરમાં ઇલેકટ્રીક કારની બજાર ઉપર રાજ કરનારા એલ મસ્કે હવે ઇન્ટરનેટ માર્કેટમા ઉપર કબજો કરવાના મહાપ્લાનને પૂરો કરવા માટે યુદ્ધના સ્તરે પ્રયાસ શરૂ કર્યા છે. આ પ્લાનની સફળતા માટે કુલ 40,00 ઉપગ્રહ છોડવાની તૈયારી શરૂ થઇ છે. એલન મસ્કની યોજનામાં ભારત સહિત વિશ્ર્વના મોટા દેશોમાં સફળતા મળવાની શરૂઆત થઇ ચૂકી છે.

- Advertisement -

મસ્કે પોતાના મહાપ્લાનને સફળ બનાવવામાટે સ્પેસએકસ મારફતે 1000 સેટેલાઇટ છોડયા છે. આ સાથે માસ્ક ધરતી ઉપર ચકકર કાપી રહેલા25 ટકા ઉપગ્રહના માલિક બન્યા છે. છેલ્લા બે વર્ષમાં કંપનીએ એક ડઝનથી વધારે સ્ટારલિંક મિશન મોકલ્યા છે. સેટેલાઇટ ટ્રેકર એલેસટ્રેક મુજબ ધરતીની કક્ષામાં 946 સ્ટારલિંક સેટેલાઇટ છે. જે કુલ સક્રિય સેટેલાઇટના 27.3 ટકા છે.

મસ્કની કંપની કુલ 40,000 સેટેલાઇટ મોકલવા માગે છે. જેનાથી હાઇ સ્પીડ ઇન્ટરનેટ તૈયાર કરી શકાશે. સ્પેસ એકસ પાસે આગામી અમુક વર્ષમાં 12,000 સ્ટારલિંક સેટેલાઇટ મોકલવાની મંજૂરી છે. જયારે 40,000 સેટેલાઇટ સિસ્ટમ તૈયાર કરવામાટે સંયુકત રાષ્ટ્ર પાસેથી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યૂનિયનની મંજૂરીની આશા છે.

- Advertisement -

સ્પેસએકસને ઝડપી ઇન્ટરનેટ માટે પોતાના ઉપગ્રહોને નીચલી કક્ષામાં સેટ કરવા જરૂરી છે. જેથી ધરતીઉપર સિગ્નલ પહોંચાડવામાં વધુ દૂરી નકકી કરવી નહીં પડે. આ માટે ઝડપથી ઉપગ્રહો છોડવામાં આવી રહ્યા છે. એલન મસ્કના સૌથી લેટેસ્ટ સેટેલાઇટમાં લેઝર લાગ્યા છે. જેને સિગ્ન મોકલવા માટે ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂર રહેશે નહી. કંપનીની વેબસાઇટ ઉ5ર હાલમાં લોન્ચ અને આગામી સમયમાં વિસ્તારથી 2021મા પૂરી દુનિયાને ઇન્ટરનેટ સેવા આપવાનો પ્લાન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular