Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પુરાતત્વિય સંગ્રહાલય દ્વારા આદિત્ય સ્વરોદય સંધ્યાનું આયોજન

જામનગરના પુરાતત્વિય સંગ્રહાલય દ્વારા આદિત્ય સ્વરોદય સંધ્યાનું આયોજન

- Advertisement -

જામનગરની પુરાતત્વીય સંગ્રહાલય કચેરી (લાખોટા કોઠો) દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિષયવસ્તુ અંતર્ગત ’આદિત્ય સ્વરોદય સંધ્યા’ પ્રવૃત્તિનું વિશ્વ સંગીતનું આયોજન આવતીકાલે મંગળવારે 21 જૂનના સાંજે સાત વાગ્યે મહાનગરપાલિકાના ટાઉનહોલમાં યોજવામાં આવશે.

- Advertisement -

જામનગરમાં 19મી સદીમાં સ્થાપિત આદિત્યરામ ઘરાના ની ગાયકી અને વદન શૈલી હજુ પણ જીવંત છે. આ ઘરાના ની ખાસિયતથી લોકો જાણકારી મેળવી જીજ્ઞાશા કેળવે તો જામનગરની આ વિસરાતી વિરાસતને વ્યાપકપણે વેગ મળી શકે.

આદિત્ય કલા ભારતી દ્વારા સંચાલિત સંગીત સાધના કલાવૃંદ દ્વારા આદિત્ય ઘરાના ની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ સંગીત સમારોહમાં જામનગરના જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી મુખ્ય અતિથિવિશેષ તરીકે, તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર એલ. ખરાડી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

- Advertisement -

વિશ્વ સંગીત દિવસ ના રોજ નગરની જનતા જનાર્દનને જામનગરની અમુલ્ય વારસાની અનુભૂતિ માટે જામનગરની પુરાતત્વીય સંગ્રહાલય કચેરી (લાખોટા કોઠો રણમલ તળાવ) ના ક્યુરેટર બુલબુલ હિંગળાજીયા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular