મધ્ય પ્રદેશની વિધાનસભામાં પપ્પુ, ઢોંગી જેવા શબ્દ સંભળાશે નહીં. સરકારે આ શબ્દો સહિત કેટલાક અપમાનજનક શબ્દો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચોમાસુ સત્ર શરૂ થયાના એક દિવસ પહેલા 8 ઓગસ્ટ રવિવારે મધ્ય પ્રદેશ વિધાનસભાએ 38 પાનાની પુસ્તિકા જારી કરી છે. જેમાં તે 1100 થી વધારે શબ્દો અને વાક્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ હવે વિધાનસભામાં કરવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય નિવેદનબાજીમાં ખૂબ ઉપયોગમાં લેવાતા પપ્પુ શબ્દ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ સિવાય ઢોંગી જેવા શબ્દોના ઉપયોગ પર પણ હવે પ્રતિબંધ લગાવાશે. આ તે શબ્દ છે, જેનો ઉપયોગ ઘણીવાર ભાજપ, કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ પર નિશાન સાધવા માટે થાય છે. જેમાં કેટલાક એવા શબ્દ પણ સામેલ છે. જેનો ઉપયોગ વિપક્ષી દળ સત્તાધારી નેતાઓ વિરૂદ્ધ કરતો રહ્યો છે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ, સંસદીય કાર્ય મંત્રી નરોત્તમ મિશ્રા અને વિધાનસભા અધ્યક્ષ ગિરીશ ગૌતમ દ્વારા જારી કરવામાં આવેલા પુસ્તકમાં અસસંદીય શબ્દ, શબ્દસમૂહો અને વાક્યોની સમગ્ર યાદી આપવામાં આવી છે. જેમાંથી મોટા ભાગના શબ્દ, શબ્દસમૂહો અને વાક્યો હિંદીના જ છે. જેમાં ઢોંગી, નકામુ, ભ્રષ્ટ, ગુંડા, તાનાશાહ જેવા શબ્દ સામેલ છે તો ખોટુ બોલવુ, વ્યાભિચાર કરવો જેવા શબ્દસમૂહો પણ સામેલ છે.
મધ્યપ્રદેશ વિધાનસભામાં હવે પપ્પુ શબ્દનો ઉપયોગ નહીં કરી શકાય
1,100થી વધારે શબ્દોના ઉલ્લેખ અને ઉચ્ચારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો