રવિવારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલા રક્ષાબંધનના કાર્યક્રમમાં જામનગરના મેયર બીનાબેન કોઠારી, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા અને પૂર્વ મેયર તથા ભાજપ પ્રદેશના રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનના સંયોજક અમીબેન પરીખે મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી અને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે મુખ્યમંત્રીને રક્ષા કવચ પુરું પાડયું હતું.