Friday, December 5, 2025
Homeસ્પોર્ટ્સમહિલા ક્રિકેટરોએ ચોથો મેચ ગુમાવ્યો

મહિલા ક્રિકેટરોએ ચોથો મેચ ગુમાવ્યો

આફ્રિકાએ 3-1 થી અજેય સરસાઇ મેળવી

પૂનમ રાઉતની 123 બોલમાં 10 ચોગ્ગા સાથેના અણનમ 104 તેમજ કેપ્ટન મિથાલી રાજના 45 રન છતાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાની મહિલા ટીમ સામે ચોથી વન ડે હારી ગઇ હતી. આ સાથે 3-1ની સરસાઇથી સાઉથ આફ્રિકા વન ડે શ્રેણી જીતી ગયું છે.

- Advertisement -

ભારતે 50 ઓવરોમાં 4 વિકેટે 266 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાએ તેઓનો રેકોર્ડ ચેઝ કરતા 48.4 ઓવરોમાં 3 વિકેટે 269 રન કરી લીધા હતા. લીએ 69, કેપ્ટન વોલ્વાર્ડટે 53, ગુડોલે અણનમ 59 અને પ્રીઝે 61 રન કર્યા હતા. આ મેચમાં 45 રન કરવા દરમિયાન કેપ્ટન મિથાલી રાજે વન-ડે ક્રિકેટમાં સાત હજાર રન પૂરા કરનારી પ્રથમ મહિલા ક્રિકેટર બનવાની સિદ્ધિ મેળવી હતી. જો કે મેચ અને શ્રેણી હારવાના લીધે મિથાલી રાજ નિરાશ થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular