દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પરથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતીનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, યુવતીનું નામ દિયા હતું. દિયા પંજાબના હોશિયારપુરની રહેવાસી હતી. હજુ થોડા દિવસ પહેલા જ યુવતીએ નોકરી ગુમાવી હતી. ગુરુવારે આ યુવતીએ અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત પરથી કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ CISFના જવાનોએ નીચે ચાદર પાથરી તેણીને બચાવી લીધી હતી અને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી ત્યાં તેણીનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીઓ પણ સામે આવ્યો છે.
#delhi #metrostation #Video #khabargujarat
દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પરથી છલાંગ લગાવનાર યુવતીનું સારવાર દરમિયાન મોત pic.twitter.com/EeXUSCQJH3
— Khabar Gujarat (@khabargujarat) April 15, 2022
ગુરુવારે સવારે 7 વાગ્યે, યુવતીએ અક્ષરધામ મેટ્રો સ્ટેશનના 40 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પરથી નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, CISFની ક્વિક રિએક્શન ટીમના જવાનોએ રોકવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. સૈનિકોએ યુવતીને પોતાની વાતમાં ફસાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તે ઉતરવા માટે રાજી થઇ ન હતી. અને જેવી કુદી તરત જ જવાનોએ ચાદર પાથરી તેણીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને સારવાર અર્થે ખસેડી હતી. પરંતુ સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.