પતિના મૃત્યુ બાદ એક મહિલા 36 વર્ષથી પુરૂષના વેશમાં રહે છે. આટલા વર્ષો સુધી તે પોતાની ઓળખ બદલીને જીવતી હતી અને ઓળખ માત્ર નામમાં જ ન હતી, પરંતુ મહિલાએ દુનિયાની સામે પોતાનું લિંગ પણ બદલી નાખ્યું હતું. મહિલાએ જણાવ્યું કે તેણે પોતાની દીકરીને ઉછેરવા અને તેને સુરક્ષિત રાખવા માટે આવું કર્યું હતું.
તમિલનાડુના તુતુકુડી શહેરથી 30 કિલોમીટર દૂર કટ્ટનાયકનપટ્ટી ગામની એસ પેટીઅમ્મલ નામના 57 વર્ષના મહિલા છેલ્લા 36 વર્ષથી પુરુષના વેશમાં જીવી રહ્યા છે. લગ્નના માત્ર 15 દિવસ પછી જ્યારે તેના પતિનું અવસાન થયું, ત્યારે તે 20 વર્ષની હતી અને આગળ લાંબું જીવન જીવવાનું હતું, તેથી તેણે એક નિર્ણય લીધો જે બિલકુલ સરળ ન હતો.
પટ્ટીઅમ્મલ મજૂર તરીકે કામ કરતી હતી અને તેના પતિના મૃત્યુ પછી ચાની દુકાનોમાં કામ કરતી હતી, પરંતુ અહીં તેણે શોષણનો સામનો કરવો પડ્યો હતો. આ પછી આખરે તેણે મંદિર જઈને તેના વાળ કપાવ્યા અને તેણે છોકરાઓની જેમ શર્ટ અને લુંગી પહેરવાનું શરૂ કર્યું. છેલ્લા ઘણા વર્ષોથી, તે તેના પોતાના ગામમાં જ રહે છે, જો કે તેની પુત્રી અને કેટલાક નજીકના સંબંધીઓ સિવાય કોઈને ખબર નથી કે તે એક મહિલા છે. પોતાની દીકરીના ઉછેર માટે તેણીએ આ પગલું ભર્યું છે.
તેણીના આધાર કાર્ડથી લઈને મતદાર આઈડી અને બેંક ખાતા સુધી, તેણીએ તેનું નામ મુથુ તરીકે નોંધ્યું છે અને તે એક પુરુષની ઓળખ સાથે રહે છે. તેની પુત્રીના પણ લગ્ન થઈ ગયા છે, પરંતુ તે ન તો પોતાની ઓળખ બદલવા તૈયાર છે કે ન તો તેના કપડાં. તેઓ તેમના મૃત્યુ સુધી તેમની પુરૂષવાચી ઓળખ જાળવી રાખવા માંગે છે. તેણે કહ્યું કે એક રીતે, આ ઓળખને કારણે તેની પુત્રીને સુરક્ષિત જીવન મળ્યું છે, તેથી તે મૃત્યુ સુધી ‘મુથુ’ જ રહેવા માંગે છે.