જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર રહેતાં યુવાનને તેની પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલુ હતો તેનો ખાર રાખી પત્નીએ યુવાનના ઘરે આવી બે બાઈકમાં તોડફોડ કરી યુવાનના પિતાની કારના કાચમાં નુકસાન પહોંચાડયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલી ડેરી સામેના વિસ્તારમાં રહેતાં ભાવિકભાઈ અમૃતલાલ શાહ નામના યુવાનને તેની પત્ની વેજલબેન સાથે છુટાછેડાનો કેસ કોર્ટમાં ચાલુ હતો આ કેસનો ખાર રાખી યુવાનની પત્ની વેજલબેને રવિવારે સવારના સમયે તેના પતિના ઘરે આવી પતિની માલિકીના જીજે-10-ડીએચ-7282 નંબરના એકસેસ બાઈકનું પડયું તોડી નાખ્યું હતું તેમજ જીજે-10-સીએસ-2233 નંબરની એવેન્જર બાઈક પછાડી દઇ નુકસાન કર્યુ હતું. ઉપરાંત ભાવિકના પિતા અમૃતલાલની જીજે-03-સીએ-2982 નંબરની કારમાં આગળના કાચમાં ઈંટનો ઘા મારી નુકસાન કર્યાની ફરિયાદ ભાવિકભાઈએ નોંધાવતા એએસઆઈ એસ.આર. ચાવડા તથા સ્ટાફે મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.