જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલાં એક પ્રૌઢ ઓમિક્રોન પોઝિટીવ આવ્યા બાદ તેમના પત્ની અને સાળો પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા. આ બન્નેના સેમ્પલ ઓમિક્રોન વેરિએન્ટની ચકાસણી માટે પુનાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જયાં આ બન્નેને પણ કોરોના સંક્રમણ માટે ઓમિક્રોન વેરિએન્ટ જવાબદાર હોવાનું ફલિત થયું છે. બન્નેનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતાં જામનગરમાં ઓમિક્રોન પોઝિટીવ કેસની સંખ્યા કુલ 3 થઇ છે.