Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયસાઇબર એટેકથી ખળભળી ઉઠયું આખું અમેરિકા !

સાઇબર એટેકથી ખળભળી ઉઠયું આખું અમેરિકા !

ઇંધણની પાઇપલાઇન ઠપ્પ કરતાં હેકર્સ: 24 થી વધુ ઉદ્યોગો પર પણ એટેક લોન્ચ

- Advertisement -

અમેરિકાની કોલોનિયલ પાઇપલાઇનને ઠપ કર્યા બાદ હેકર્સે વિવિધ ઉદ્યોગોની 24 કરતાં વધારે કંપનીઓ પર પણ સાઇબર એટેક લોંચ કર્યો છે તેમ એક અહેવાલ જણાવે છે. અહેવાલો અનુસાર નહી ઓળખાયેલી કંપનીઓ પર પણ સાઇબર એટેકની અસર થઇ છે. તેમને ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને અમેરિકન એજન્સીઓ મદદ કરી રહી છે. આ કંપનીઓ કઇ છે અને હેકર્સે તેમની પાસેથી કેટલા નાણાની માગણી કરી છે તે અંગે હજુ સુધી સત્તાવાર અહેવાલો પ્રાપ્ત થયા નથી. કોલોનિયલ પાઇપલાઇન સતત પાંચમા દિવસે ઠપ્પ થવાના કારણે ઇંધણ પુરવઠો ખોરવાયો છે અને ગેસ સ્ટેશનો પર વાહનોની લાંબી કતારો દેખાવા લાગી છે. અનેક ગેસ સ્ટેશનો ઉપર પૂરવઠો ખાલી હોવાના બોર્ડ લાગી ગયા હતા. તે ઉપરાંજ જેટ ફ્યૂઅલ માટે પણ હાલાકી સર્જાઈ હતી. તે ઉપરાંત ઇંધણની કિંમત ગેલને ત્રણ ડોલરની નજીક પહોંચી જવાની નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે ત્યારે રશિયન હેકર્સ ડાર્કસાઇડનો દાવો છે કે તેમનો ઉદ્દેશ કોઈ અંધાધૂંધી પ્રસરાવવાનો નથી તેમને તો ફક્ત નાણાથી જ મતલબ છે. દરમિયાન અમેરિકન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇબર એટેક માટે ભેદ્ય હોવાનો સાઇબર એટેક પુરાવો આપતું હોવાની US એનર્જી સેક્રેટરી સહિત નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી હતી.

અમેરિકામાં ફ્લોરિડાથી ર્વિજનિયામાં ગેસની તીવ્ર માંગ અને સામે પુરવઠાના અભાવ વચ્ચે ગેસ સ્ટેશન્સ બંધ કરાયા છે. એફબીઆઈએ ક્ધફર્મ કર્યું છે કે કોલોનિયલ પાઇપલાઇન પરના હુમલા માટે ડાર્કસાઇડ હેકર્સ જ જવાબદાર છે. ટેક્સાસથી ન્યૂ જર્સી સુધી લાંબી આ પાઇપલાઇન ઇસ્ટ કોસ્ટની ઇંધણની સપ્લાયનો 45 ટકા હિસ્સો ધરાવે છે. નિષ્ણાતો અનુસાર જો એકાદ દિવસની અંદર પુરવઠો યથાવત થઇ જશે તો ગેસની કિંમત પર તેની કોઈ વિપરીત અસર નહીં પડે પરંતુ તો 10 દિવસ સુધી આ પાઇપલાઇનની સપ્લાય ઠપ્પ રહેશે તો સાઉથઇસ્ટમાં ઇંધણની નોંધપાત્ર અછત ઊભી થઇ શકે છે.

કોલોનિયલ પાઇપલાઇન ઠપ્પ થયાના પાંચમા દિવસે સાઉથ અમેરિકાના ગેસ સ્ટેશનો પર ઇંધણ માટે વાહનોની લાંબી લાઇનો દેખાઇ રહી છે. એટલું જ નહીં અમેરિકન એરલાઇન્સને તેના લાંબા રૂટના ઉડ્ડયનોમાં સ્ટોપ્સ ઉમેરવાની ફરજ પડી રહી છે. શારલોટ અને નોર્થ કેરોલિનાથી ઊપડતી લાંબા અંતરની ફ્લાઇટોમાં સ્ટોપ ઉમેરવામાં આવ્યા છે કે જેથી વચ્ચે ઇંધણ ભરી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular