રાજકોટમા કોરોનાના કાળચક્ર વચ્ચે તબીબોની ભૂમિકા બિરદાવવાના પાત્ર છે, કેટલા’ય તબીબો કોઈ જ પબ્લિસીટી કે કમાણીની અપેક્ષા વગર દર્દીઓને બચાવી રહ્યા છે પરંતુ રાજકોટમાં આજે જે સત્ય બહારાવ્યું છે એ ઘણા બધા તબીબોને પણ આંચકો આપે તેવું છે. રાજકોટમા મુખ્યમંત્રીએ એવી જાહેરાત કરેલી કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શહેરમાં કોરોનાના દર્દીઓ માટે 600 બેડની ઉપલબ્ધિ કરાવવામા આવશે, અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખે પણ તુરંત જ શહેરની જુદી-જૂદી ખાનગી હોસ્પિટલોમા 600 બેડની સગવડતા એ જ દિવસથી થઈ ગઈ હોવાનું જાહેર કરેલું.
શહેરમા હોસ્પિટલોમા બેડની તિવ્રતમ અછત છે અને આ મુદ્દો અનેક દર્દીઓના જીવન મરણ સાથે જોડાયેલો હોઈ દર્દીઓને બેડની ઉપલબ્ધિવિષે સાચી માહિતી મળે તે માટે રાજકોટમા તંત્રના દાવાની ચકાસણી થઇ હતી. જેમા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને તેમણે આપેલી ખાત્રી મુજબના 600 બેડ કઈ કઈ હોસ્પિટલમા છે તેવું પૂછતા તેમના તરફથી હોસ્પિટલોની આવી કોઈ માહિતી ન હોવાનું જણાવતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.
કલેક્ટોરેટ તંત્ર શહેરની ખાનગી હોસ્પિટલોના નામ- બેડની ક્ષમતા અને ખાલી બેડની માહિતી દરરોજ બહાર પાડે છે. તેમા પણ આઈ.એમ.એ.ના 600 બેડની વિગતો જાહેર થતી નથી. આઈ.એમ.એ.ના પ્રમુખ પ્રફુલ્લ કામાણી કહે છે કે, કલેકટરે બેઠક બોલાવી ત્યારે અમે 450 બેડ માટે ચર્ચાઓ કરેલી અને તેમા હાજર રહેલા એમ.ડી. ફિજીશ્યનોએ પોતાના 10થી 20 બેડના ર્નિસગ હોમમા સામાન્ય લક્ષણોવાળા કોરોનાના દર્દીઓ માટે ઈન્ડોર સારવારની તૈયારી બતાવેલી અને ત્યારે હાથ ઉંચા કરીને સહમતી લેવામા આવેલી.