ભારતમાં લોકો દિપાવલીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહયા છે. ત્યારે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ઉત્સાહ વધારનારા સમાચાર આપ્યા છે. વ્હૂએ વિશ્ર્વના 14 દેશોને કોરોનામુકત જાહેર કર્યા છે.
છેલ્લા બે વષંમાં કોરોનાએ તબાહી મચાવી છે. આપણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી એવી મુશ્કેલ પરીસ્થિતિઓ જોઇ. સદદોની સૌથી મોટી મહામારી પણ જોઈ, પછી મજબૂત બાજુ એ હતી કે કોરોનાએ ઘણા દેશોને આત્મનિભંર બનાવ્યા અને આ દેશોએ પોતાની રસી પણ લોન્ચ કરી. જો કે, આ રોગચાળા સામે લડવામાં વિશ્ર્વભરમાં 5 મિલિયન લોકોએ જીવ ગુમાવ્યો. આ લડાઈમાં 240 મિલિયન લોકોને સંક્રમણ થયુ. આ બધાની વચ્ચે સારા સમાચાર એ છે કે એક-બે દેશોને બાદ કરતાં વિશ્ચના તમામ દેશોમાં કોરોના સંક્રમણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડેટા અનુસાર, એવા ઘણા દેશો છે જ્યાં ચેપનો દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
ભારતમાં કોરોના કાબૂમાં આવ્યો ભારતમાં હાલમાં કોરોના વાયરસ નિયંત્રણમાં છે. કેન્દ્રીય ડેટા અનુસાર, છેલ્લા 259 દિવસમાં દેશમાં સૌથી ઓછા કોરોના સંક્રમિત લોકો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,423 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, એકિટવ કેસ પણ ઘટીને 1,53,776 પર આવી ગયા છે, જે 250 દિવસમાં સૌથી ઓછા છે.
વ્હૂ એ એવા દેશોની યાદો જાહેર કરી છે જ્યાં કોરોના સંક્રમણનો દર શૂન્ય પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં આ દેશોમાં એક પણ કોરોના સંક્રમિત વ્યક્તિની પુષિ થઈ નથી. આ દેશોમાં એક પણ સંક્રમણનો કેસ નથી કેનેડા , આર્જેન્ટિના, સ્પેન, બાંગ્લાદેશ, બેલ્જિયમ,કોસ્ટા રિકા, શ્રીલંકા, એક્વાડોર , મ્યાનમાર , હોન્ડુરાસ ઘાના, એલ સાલ્વાડોર, કેમરૂન , માલદીવ , લક્ઝમબર્ગ
વ્હૂના ડેટા અનુસાર સ્વિટ્ઝલેન્ડમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર ત્રણ નવા કેસ નોંધાયા છે. એ જ રીતે ઓમાનમાં આઠ અને ઝામ્બિયામાં પાંચ નવા કેસ નોંધાયા છે. મોઝામ્બિક, કોસોવો, સેનેગલ, માલાવી, ઇસ્વાટિની, બુરૂન્ડી અને મેડાગાસ્કરમાં 10 કે તેથી ઓછા નવા કોવિડ કેસ નોંધાયા છે.