Saturday, December 21, 2024
Homeરાજ્યસ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ગામડાંઓ ગાજ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ગામડાંઓ ગાજ્યા

જામનગર જિલ્લા પંચાયતમાં 5 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન જાણો….

- Advertisement -

જામનગર જિલ્લા તથા તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા માટે આજે મતદાન યોજાયું હતું. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો તાલુકા પંચાયતની 112 બેઠકો ઉપર યોજાયેલ મતદાનમાં આજે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે સાંજે 5 વાગ્યા સુધીમાં 61.40 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં કુલ 3,33,433 મતદારોમાં કુલ 1,83,026 પુરૂષ મતદારો તથા 1,50,407 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. જામનગર જિલ્લાની તાલુકા તથા જિલ્લા પંચાયતની ચુંટણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું.

- Advertisement -

સ્થાનિક સ્વરાજ્યની જામનગરની જિલ્લા પંચાયતની 24 બેઠકો તથા 6 તાલુકાની 112 બેઠકો માટે આજે સવારથી જ જિલ્લા કલેકટર રવિશંકર અને પોલીસવડા દિપન ભદ્રન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જામનગર જિલ્લા પંચાયત માટે સાંજે 5 વાગ્યા સુધીમાં 61.40 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ભણગોર બેઠક માટે 64.69 ટકા, લાલપુર બેઠક માટે 61.36 ટકા, પીપરટોડા બેઠક માટે 69.33 ટકા, સીંગચ બેઠક માટે 68.45 ટકા, આમરા બેઠક માટે 62.06 ટકા, અલિયા બેઠક માટે 55.12 ટકા, બેડ બેઠક માટે 58.02 ટકા, ચેલા બેઠક માટે 63.78 ટકા, ધુંવાવ બેઠક માટે 60 ટકા, ધુતારપર બેઠક માટે 57.09 ટકા, ખીમરાણા બેઠક માટે 63.10 ટકા, મોરકંડા બેઠક માટે 65.05 ટકા, ગીંગણી બેઠક માટે 60.85 ટકા, મોટી ગોપ બેઠક માટે 68.91 ટકા, સતાપર બેઠક માટે 61.54 ટકા, શેઠવડાળા બેઠક માટે 62.21 ટકા, જોડિયા બેઠક માટે 59 ટકા, પીઠડ બેઠક માટે 58.49 ટકા, ખંઢેરા બેઠક માટે 50.19 ટકા, ખરેડી બેઠક માટે 58.38 ટકા, નવાગામ બેઠક માટે 53.12 ટકા, નિકાવા બેઠક માટે 59.82 ટકા, ખારવા બેઠક માટે 69.01 ટકા, લતીપુર બેઠક માટે 61.96 ટકા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં નોંધાયું હતું.

આ ઉપરાંત સિક્કા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે 5 વાગ્યા સુધીમાં 63.50 ટકા મતદાન નોંધાયું હતું. તેમજ જામજોધપુર નગરપાલિકા માટે 54.69 ટકા મતદાન 5 વાગ્યા સુધીમાં નોંધાયું હતું.

- Advertisement -

જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પુરતી તકેદારી સાથે યોજાયેલ મતદાનમાં કોઇપણ જાતના અનિચ્છનિય બનાવ ન બનતા અને મતદારોમાં ભારે ઉત્સાહ સાથે લોકશાહીના મહાપર્વની ઉજવણી કરાઇ હતી. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા સહિતના અગ્રણીઓએ મતદાન કર્યુ હતું. આ સાથે સૌપ્રથમ વખત મતદાન કરતા યુવક-યુવતીઓ તેમજ મોટી ઉંમરના વડિલોએ પણ મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular