Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઅક્કલ બડી કે ભેંસ? : આ કિસ્સામાં ભેંસની અક્કલ બડી !

અક્કલ બડી કે ભેંસ? : આ કિસ્સામાં ભેંસની અક્કલ બડી !

- Advertisement -

ભેંસની બુદ્ધિનો ચાડી ખાતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં ભેંસને વાડામાં સાંકળથી બાંધવામાં આવી છે. ભેંસ પોતાની બુદ્ધિથી દ્વારા સાંકળ પોતાની રીતે કાઢી લે છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો IPS ઓફિસર પંકજ નૈને એ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોના રસપ્રદ કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, આ તે લોકો માટે, જે કહે છે, અકલ બડી યા ભેંસ આ ઉપરાંત લોકો પણ આ વીડિયોને શેર કરી રહ્યાં છે. આ કિસ્સામાં લાકડા સાથે સરકણી ગાંઠથી લોખંડની સાંકળ માલિક દ્વારા બાંધવામાં આવી હતી. ભેંસે આ ગાંઠ માણસની માફક દાંત વડે સરકાવી નાંખી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular