Sunday, December 22, 2024
Homeખબર સ્પેશીયલતિરંગાની શૂરવીરતા, આપણી રાષ્ટ્રીય મહેક છે

તિરંગાની શૂરવીરતા, આપણી રાષ્ટ્રીય મહેક છે

- Advertisement -

(ત્રણ દળોની એકતા અને વિરતા થકી,
ધ્વજની વચ્ચે શોભતું રાષ્ટ્રનું અશોક ચક્ર.)
વૈવિધ્યતા અને વિવિધતા થકી છે આપણા દેશના અનેક રંગો,
વિશ્વભરમાં અનેક ખ્યાતિ સાથે ગૌરવથી ફરકે છે,
માત્ર આપણો એક તિરંગો.

- Advertisement -

ભારત મારો દેશ છે, એમના કરતા ભારત આપણો દેશ છે, આ વાક્ય બોલવામાં વધુ ગૌરવ થતું હોય છે. સંસ્કૃતિ હોય કે કલા, શિક્ષણ હોય કે વ્યવસાય, આપણો દેશ હંમેશા કોઈ પણ સ્તરે પ્રાથમિક રહ્યો છે. ‘ભારત ભાગ્યવિધાતા’ આ વાક્ય બોલવામાં હિંમતની સાથે, ભરપૂર વિશ્વાસની પણ જરૂર પડે છે. વિશ્વભરમાં અનેક દેશોએ, એમની અલગ અને આગવી ઓળખ ઊભી કરી છે પણ આપણા ભારત દેશએ છાપ અને ઓળખ ઉપરાંત કરતા, એક અલગ ભાવના પણ છોડી છે. કોઈ પણ દેશને પોતાની ઓળખ છે, તેમનો રાષ્ટ્રધ્વજ તેમની ઓળખ તથા ચિહ્ન હોય છે. કોઈ પણ દેશ તેમની રાષ્ટ્રધ્વજ ગૌરવથી અખંડ રહે તેવી આશા હોય છે પણ જયારે આપણે આપણા દેશના ચિહ્ન અને ગરિમાની વાત કરીએ ત્યારે, આપણા મન કરતા, આપણી નરી આંખ સમક્ષ જયારે તિરંગાનું ચિત્ર તાદ્રશ થાય, તે છે આપણા દેશની જમાવટ.
તિરંગો એટલે કે ત્રણ રંગોના મિશ્રણ થકી, આપણા દેશનું પ્રતિક છે. માત્ર આપણા દેશનું જ નહી પણ સાથે સાથે આપણું પણ અલગ પ્રતિક છે. કેસરી, સફેદ અને લીલો આ ત્રણ રંગનો જયારે ત્રણ દળ સાથે સમન્વય થાય, ત્યારે તેમનું મહત્વ, માત્ર શબ્દોમાં વર્ણવી જ ન શકીએ, ત્યારે તેમના થોડા શાબ્દિક મહત્વની વાત કરીએ અથવા એમનું એક ઉદાહરણ લઈએ તો, આપણો દેશ જયારે કોઈ પણ રમતમાં અન્ય દેશોમાં જયારે પ્રતિનિધિત્વ કરતો હોય અને એ રમતની અંતમાં જયારે જીત થકી, આપણા દેશનો રાષ્ટ્રધ્વજ શાંત અને પ્રેમપૂર્વક ફરકતો હોય, એ છે આપણા તિરંગાનું મહત્વ, ત્યારે એ દેશના નાગરિક થકી આપણું મહત્વ પણ વધારતો હોય છે. એ ત્રણ રંગની બિલકુલ વચ્ચે અશોકચક્ર છે, તે આપણા દેશની મહત્વતા તો છે જ પણ સાથે સાથે ખરી સંવેદના પણ છે, જયારે આ ત્રણ રંગ અને અશોકચક્રની સાથે સાથે, જયારે ધ્વજ લહેરાતો હોય ત્યારે લાગણી અને ભાવ શું હોય, એ ફક્ત આપણું હૈયું જાણતું હોય.
આપણા દેશની સરહદે, આપણા દેશની રક્ષા કરનાર સૈનિકો, જયારે વટથી આપણા દેશની જાળવણી કરતા હોય છે અને જયારે શહીદ થતા હોય છે ત્યારે તેમનું અંતિમ વસ્ત્ર ‘તિરંગો’ એટલે કે રાષ્ટ્રધ્વજ હોય છે, ત્યારે એમની મહત્વતા અને એમનો આદર સામાન્ય રીતે વધતું જણાય છે. શહીદ થવાની સાથે, રાષ્ટ્રધ્વજ સાથેના સમર્પણ થકી અનેકગણું ગૌરવ થતું હોય છે. અન્ય દેશોમાં જયારે કોઈ પણ કારણસર જયારે ગૌરવ અને વટથી આપણો ધ્વજ ફરકતો હોય અને આપણા દેશના સૈનિકોનું અંતિમ વસ્ત્ર જયારે એ ધ્વજ હોય, ત્યારે એ મહત્વતાની સાથે આપણો વિશેષાધિકાર પણ હોય છે. તિરંગાના ગૌરવ થકી, આપણને ગૌરવ છે અથવા થોડું સ્વાભિમાન છે, તેવું કહીએ તો ખોટું નથી.

હાલ જયારે ‘કોમનવેલ્થ ગેમ્સ’ ઓસ્ટ્રેલિયામાં ચાલે છે, ત્યારે વિશ્વના લગભગ પ્રતિષ્ઠિત દેશએ તેમાં નોંધણી કરાવી છે પણ એ તમામની વચ્ચે જયારે આપણા દેશના એક નહી પણ અનેક રમતવીરોએ, ગોલ્ડ મેડલ જીતી, આપણા દેશને વટતો આપ્યો જ છે પણ સાથે સાથે આપણા જ તિરંગાને પણ અન્યોના દેશમાં લહેરાવવાની છૂટ આપી છે, જે આપણું સ્વાભિમાન નહી તો શું? એ તમામ રમતવીરોએ એમના શ્રેષ્ઠ તથા મધુર પ્રયત્ન થકી, આપણા દેશને ગૌરવ મળે, આપણા દેશના નામમાં કીર્તિ ઉમેરાય, તે માટેની એક અનેરી કોશિષ કરી છે અને વટથી આપણા તિરંગાને અન્યના દેશમાં સલામી આપી છે, ત્યારે ભારત દેશના નાગરિક થવા પાછળ અથવા એમનું પ્રતિનિધિત્વ કરવા બદલ જરા પણ રંજ ન રહે અને પૂરતો આદર કરવાનું મન થતું હોય.

- Advertisement -

ભારત દેશના ત્રણ દળો અને તેના કર્મો તો ખરા જ પણ એ ત્રણેયના સાયુંજ્યથી જયારે રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો અને અશોકસ્તંભની આવૃત્તિથી જયારે આપણો દેશ ઓળખાય ત્યારે એ દેશના વધુ આદર અને ગરિમાની શું વાત કરવી!
સ્વતંત્રતા બાદ, આપણા ભારતદેશએ નાગરિકના હક માટે અનેક અધિકાર આપ્યા પણ જયારે નાગરિકોને એમના દેશ થકી અથવા તિરંગાના ત્રણ ભાવો અને અશોકસ્તંભની આવૃત્તિથી ઓળખાય, એ છે દરેક નાગરિકોનો વિશેષાધિકાર અને આ દેશની ઉન્નતી.

યે દેશ હૈ ભાવો કા, નઈ સોચો કા, મુસ્કાનો કા,
ઇસ દેશ કા તિરંગા..!! તેરા ક્યા કહેના..
ગાહે વિહંગમ પુણ્ય સમીરણ નવજીવન રસ ઢાલે,
તવ કરુણારુણ રાગે, નિદ્રિત ભારત જાગે,
તવ ચરણે નત માથા,
જય હૈ, જય હૈ, જય જય જય હૈ, ભારત ભાગ્યવિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે….

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular