અમેરિકાએ ગઈકાલના રોજ સીરિયામાં ઈરાન સમર્થિત લશ્કરી જૂથો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સુવિધાઓને લક્ષ્યાંક રાખીને હવાઈ હુમલો કર્યો હતો. પેન્ટાગોને જણાવ્યું હતું કે ઇરાકમાં રોકેટ હુમલો કરવા માટે આ મહિનાની શરૂઆતમાં હુમલો થયો હતો. આ હુમલામાં એક નાગરિક માર્યો ગયો હતો અને એક અમેરિકન સૈનિક અને અન્ય સૈનિકો ઘાયલ થયા હતા. તેનો જવાબ આપવા માટે ગુરુવારે સીરિયામાં ઇરાન સમર્થિત મિલિશિયા જૂથ પરઅમેરિકાએ એર સ્ટ્રાઈક કરી હતી.
સીરીયામાં કરવામાં આવેલ આ હુમલો બાઈડેને કારોબાર સંભાળ્યા પછીની પ્રથમ સૈન્ય કાર્યવાહી છે. બાઈડેનનો સીરીયામાં હુમલો કરવાનો નિર્ણય અમેરિકી સૈન્ય ભાગીદારીને વ્યાપક બનાવવાનો સંકેત ન હતો આપતો, પરંતુ ઇરાકમાં અમેરિકન સૈનિકોની સુરક્ષાની ઇચ્છા દર્શાવતો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઇરાકમાં યુ.એસ. સૈન્ય મથકો પર થયેલા હુમલાનો બદલો લીધો છે. બાઈડેનના આદેશથી ગુરુવારે સીરિયામાં ઇરાન સમર્થિત મિલિશિયા જૂથ પર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ અંગેની માહિતી આપતા પેન્ટાગોને જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં ઇરાકમાં યુએસ આર્મીને નિશાન બનાવવામાં આવ્યું હતું. જેના જવાબમાં સૈન્ય મથકો પર હવાઇ હુમલો કરવામાં આવ્યો છે. એર સ્ટ્રાઈક બોર્ડર કન્ટ્રોલ પોઈન્ટ પર ઈરાની સમર્થિત કતબ હિઝબોલ્લાહ અને કતબ સૈયદ અલ-શુહાદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે આ હુમલાઓ ઇરાકમાં યુએસ અને ગઠબંધન દળો પર કરવામાં આવેલ હુમલાનો જવાબ છે. તેમણે કહ્યું કે, જો જરૂરિયાત ઉભી થાય તો અમેરિકા હજી પણ આવી કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
15 ફેબ્રુઆરીએ કુર્દ પ્રદેશની રાજધાની આર્બિલમાં સૈન્ય મથક પર રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક વિદેશી કોન્ટ્રાકટર અને નાગરિકનું મોત નીપજ્યું હતું. ઉપરાંત, અમેરિકન સૈનિકો પણ ઘાયલ થયા હતા. જેનો બદલો લેવા માટે અમેરિકાએ ગઈકાલના રોજ એર સ્ટ્રાઈક કરી હતી. અમેરિકાના રક્ષામંત્રી લોયડ ઓસ્ટીને કહ્યું કે, જે ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ શિયા આતંકવાદીઓ દ્રારા કરવામાં આવી રહ્યો હતો.