ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે એક વ્યક્તિ પોતાના પરિવારથી અલગ થઇ ગયો હતો. અને 74 વર્ષ બાદ પહેલી વખત પોતના ભાઈને મળે છે. મોહમ્મદ સિદ્દીકી પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહે છે અને હબીબ ભારતના પંજાબમાં ફુલાનવાલા (લુધિયાણા)માં રહે છે. આ બન્ને ભાઈઓનું કતારપુર કોરીડોર ખાતે મિલન થયું. અને વર્ષો બાદ બન્ને ભાઈઓ એક બીજાને મળીને રડી પડ્યા આ ભાવુક ક્ષણનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
#India #paksitan #Kartarpur #brothers #khabargujarat #Videonews
ભારત પાકિસ્તાનના ભાગલા બાદ વિખુટા થયેલા બે ભાઈઓનું કતારપુર કોરીડોર પર 74 વર્ષ બાદ મિલન pic.twitter.com/FfC7dAwYZL
— Khabar Gujarat (@khabargujarat) January 13, 2022
જ્યારે તેઓ કરતારપુર કોરિડોર પર મળ્યા ત્યારે બંને પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યા નહીં અને એકબીજાને ગળે લગાડી રડી પડ્યા. આ દરમિયાન ત્યાં હાજર પરિવારના સભ્યોની આંખો પણ ભરાઈ આવી. આ દરમિયાન બંનેએ પોતાની જૂની યાદો તાજી કરી. તેમણે કહ્યું કે આ કોરિડોર વિખૂટા પડેલા પરિવારોને ફરીથી જોડવામાં ઘણી મદદ કરે છે. તેમની બેઠક દરમિયાન ગુરુદ્વારા મેનેજમેન્ટના અધિકારીઓ પણ હાજર હતા.
ગયા વર્ષે નવેમ્બરમાં કરતારપુર કોરિડોર પર બે મિત્રો 73 વર્ષ પછી મળ્યા હતા. ભારતમાં રહેતા સરદાર ગોપાલ સિંહ (94) અને પાકિસ્તાનના મુહમ્મદ બશીર (91) બંને ભાગલા સમયે અલગ થઈ ગયા હતા. એ જ રીતે 2019 માં પણ કરતારપુર કોરિડોર પર બે અલગ પડેલા ભાઈઓનું મિલન થયું હતું.