ખંભાળિયા-જામનગર રોડ પરથી પૂરઝડપે પસાર થતા ટ્રક ટ્રેઈલરના ચાલકે કાબુ ગુમાવતાં ટ્રક જીએસએફસી કંપનીની કોલોનીના ગેઇટ નજીક આવેલી દિવાલમાં અથડાતા કંપનીને નુકસાન થયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ,ખંભાળિયાથી જામનગર તરફના રોડ પરથી રવિવારે વહેલીસવારેના સમયે પસાર થતા આરજે-09-જીડી-0785 નંબરના ટ્રક ટ્રેઇલરના ચાલકે તેનો ટ્રક બેફીકરાઈથી ચલાવી કાબુ ગુમાવતા ટ્રક જીએસએફસી કંપનીની કોલોનીના ગેઈટથી ફેકટરીના ગેઈટ વચ્ચે આવેલ દિવાલમાં ઘુસી ગયો હતો જેના કારણે દિવાલ તૂટી ગઈ હતી અને આ અકસ્માતના કારણે કંપનીની દિવાલને આશરે રૂા.2.55 લાખનું નુકસાન થયું હતું. અકસ્માત બાદ કંપનીના સુપરવાઈઝર ભાવિક ગુજરાતી દ્વારા જાણ કરાતા હેકો બી.બી.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી ટ્રક ટે્રઇલરના ચાલક રામવિર બદરી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.