Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતટ્રક પલ્ટી ખાઈ જતા જીવ બચાવવા ગયેલ ડ્રાઈવર પર પોતાનું જ ટ્રક...

ટ્રક પલ્ટી ખાઈ જતા જીવ બચાવવા ગયેલ ડ્રાઈવર પર પોતાનું જ ટ્રક ફરી વળ્યું, મોત 

- Advertisement -

ગુજરાત રાજ્યમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજે રોજ વધુ એક અકસ્માતસર્જાયો છે. જેમાં કાર ચાલકને બચાવવા જતા ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી મારતા ટ્રક માંથી કુદીને પોતાનો જીવ બચાવવા ગયેલ ડ્રાઈવર પર ટ્રકના પાછળના ભાગનું વ્હીલ ફરી વળતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

ઊના ભાવનગર હાઇવે રોડ પર પથ્થર ભરેલા ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી ખાતા ટ્રક ચાલક ગીગાભાઇ રૂખડભાઇ ચૈહાણ ઉ.વ.55 રહે. ભાટીકડાનું મૃત્યુ નીપજ્યું હતું. ગીગાભાઈ પથ્થરથી ભરેલ ટ્રક લઇને મહુવા તરફ જઈ રહ્યા હતા ત્યારે ઊના નજીક વ્યાજપુર ગામ પાસે કાર ચાલકને બચાવવા જતા પોતે સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી મારી ગયો હતો.  માટે ડ્રાઈવર પોતાનો જીવ બચાવવા જતા ટ્રકમાંથી કુદકો માર્યો હતો તે વેળાએ પોતાના જ ટ્રકનું પાછળનું વ્હીલ ચાલક પર ફરી વળતા તેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જયારે કાર સવાર વ્યક્તિઓનો જીવ બચી ગયો હતો. આ ઘટનાને લઇને રસ્તા પર લોકોના ટોળા એકઠા થયા હતા. અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular