- Advertisement -
ખંભાળિયામાં આજ સુધી આશરે 33 ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. મોસમનો કુલ 95 ટકા સુધી વરસી ગયેલા વરસાદમાં ખંભાળિયાના રસ્તાઓની હાલત ખાસ્તા બની ગઈ છે. અનેક માર્ગો ઉપર તોતિંગ ગાબડા તેમજ પેવર બ્લોક ઉખડી ગયા છે. જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે.
આજરોજ બપોરે ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપરથી પસાર થતાં એક ટ્રક જી.વી.જે. સ્કૂલ પાસેના રોડની એક બાજુથી પસાર થતાં આ રસ્તાની એક બાજુના પેવર બ્લોકમાં આ ટ્રકનું પાછળનું વ્હીલ ફસાઈ ગયું હતું.
આના કારણે ટ્રકને પુનઃ રસ્તે ચડાવવા ટ્રકના ડ્રાઇવર વિગેરેને નાકે દમ આવી ગયો હતો. વરસાદી પાણીના કારણે આમ બન્યું કે નબળા કામોથી આ ટ્રક ફસાઈ ગયો? તેવી ચર્ચા આ વિસ્તારમાંથી પસાર થતા લોકોમાંથી સાંભળવા મળી હતી.
- Advertisement -