Monday, December 23, 2024
Homeરાજ્યહાલારમાં કોરોનાનું સંક્રમણ ભયાનક

હાલારમાં કોરોનાનું સંક્રમણ ભયાનક

જામનગરમાં 252 ગ્રામ્યમાં 102 અને દ્વારકામાં 34 પોઝિટિવ કેસ : હાલારમાં 24 કલાકમાં 388 કેસ નોંધાયા : જામનગરના બે પૂર્વ મેયર કોરોના સંક્રમિત : વિખ્યાત તબીબનો રેપીટ ટેસ્ટ પોઝિટિવ બાદ આરટીપીસીઆર નેગેટીવ

- Advertisement -

જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 252 અને ગ્રામ્ય વિસ્તારોમાં 102 મળી કુલ 354 કોરોના પોઝિટિવ દર્દીઓ નવા ઉમેરાયા હતાં. જયારે 92 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. ઉપરાંત દ્વારકામાં 34 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 56 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.
જામનગર શહેરમાં કોરોના સંક્રમણ ભયજનક સ્થિતિમાં પોચી ગયું છે. અને 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 252 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જયારે 82 દર્દીઓ સાજા થયા હતાં.ગ્રામ્યની વાત કરીએ ધ્રોલના ગ્રામ્યમાં 8, જોડીયામાં 2, જામનગરમાં 46, જામજોધપુરમાં 4, કાલાવડમાં 15 અને લાલપુરમાં 27 જાણીતા ડોકટર અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા ગાયનેક ડો.કલ્પનાબેન ખંઢેરીયાને કોરોનાના લક્ષણો જોવા મળ્યા બાદ ટેસ્ટ કરાવતાં તે કોરોના પોઝિટીવ આવ્યા છે. જ્યારે જાણીતા ડો.વી.એમ.શાહને પણ કોરોના લક્ષણો દેખાતા તેઓનો રેપીટ ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ આરટીપીસીઆર નેગેટીવ આવ્યો આવ્યો હતો. તેમજ જામનગરના પૂર્વ મેયર અવિનાશભાઈ ભટ્ટ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા કોરોનાગ્રસ્ત થયા છે.

- Advertisement -

જિલ્લામાં કુલ 354 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે 92 દર્દીઓ સાજા થયા હતાં. જામનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની પીકમાં જબ્બર ઉછાળો નોંધાયો છે. શહેરમાં છેલ્લે સાત મહિના અગાઉ 23 મે 2021 ના રોજ 102 કેસ નોંધાયા હતાં. ત્યારે કોરોનાની બીજી લહેરના વળતા પાણી થઈ રહ્યા છે. સાત મહિના બાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસના આંકડાએ ફરી સદી પાર કરી છે. છેલ્લાં બે સપ્તાહથી શહેરમાં સતત વધી રહેલા કોરોનાના આંકડા શહેરીજનો અને આરોગ્ય તંત્રની ચિંતા વધારી રહ્યા હતાં. ત્યાં કોરોના વિસ્ફોટે તંત્રને દોડતું કરી દીધું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે ખંભાળિયા અને દ્વારકા તાલુકાના 15-15 તથા ભાણવડના ત્રણ અને કલ્યાણપુરના એક મળી કુલ 34 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે દ્વારકાના 41 સહિત જિલ્લામાં કુલ 56 દર્દી અને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્યતંત્ર દ્વારા મંગળવારે કુલ 1,178 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular