Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતપશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા વચ્ચે ચાલતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનને 22 ઓક્ટોબર સુધી...

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા વચ્ચે ચાલતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનને 22 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી   

- Advertisement -

મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ઓખા વચ્ચે ચાલતી જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સને બદલાયેલા સમય સાથે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

ટ્રેન નંબર 09435 અમદાવાદ – ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી રાત્રે 23.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.25 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 3 સપ્ટેમ્બર, 2022 થી 22 ઓક્ટોબર, 2022 સુધી દર શનિવારે ચાલશે.

એ જ રીતે, ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ઓખાથી રાત્રે 23:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08:45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 4 સપ્ટેમ્બર, 2022 થી 23 ઓક્ટોબર, 2022 સુધી દર રવિવારે ચાલશે.

- Advertisement -

આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ છ

ટ્રેન નંબર 09435 અને 09436ની વિસ્તૃત ટ્રિપ્સનું બુકિંગ 3 સપ્ટેમ્બર, 2022 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular