ભણતર જીવનમાં કેટલું જરૂરી છે… તે આપણે સૌ જાણીએ છીએ ત્યારે અમુક ગામ સુધી જ્યારે અમુક વ્યવસ્થાઓ પહોંચતી ના હોય છતાં પણ બાળકો જીવનમાં મુશ્કેલીનો સામનો કરીને વિદ્યા મેળવવા માટે મથતા હોય છે. ત્યારે એવો જ એક જાપાનનો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક રેલવે સ્ટેશન પર એક છોકરી માટે વર્ષો સુધી ટ્રેન ઉભી રહી હતી અને ફકત એક વિદ્યાર્થિની માટે સ્ટેશન કાર્યરત રહેતું હતું.
આજના સમયમાં જરૂરિયાતો કરતા ખર્ચને ધ્યાનમાં રાખીને કેટલીય સુવિધાઓ અટકાવવામાં આવતી હોય છે. ત્યારે અહીં એક એવા કિસ્સાની વાત કરીએ ત્યારે અહીં નફા નુકસાનના આધારે નહીં પરંતુ માનવતાના આધારે તોલવામાં આવી છે. અહીં એ શિખડાવાયું છે કે, અહીં માનવતા અને કરુણા નફા કરતા ઘણી મોટી છે. આ વાર્તા હોકકાઇડો ટાપુના કયુ-શિરાતાકી સ્ટેશનની છે જે 2016 સુધી ફકત એક હાઈસ્કુલના વિદ્યાર્થી માટે કાર્યરત રાખવામાં આવ્યું હતું ત્યારે તે ફકત એક રેલવે સ્ટેશન જ નહતું પરંતુ, શાળાએ જતી છોકરીના સ્વપ્ન અને તેના શિક્ષણ સુધી પહોંચવાની આશાનો દોર હતો.
એક અહેવાલ મુજબ જાપાન રેલવે એ મુસાફરોની સંખ્યામાં ઘટાડો અને માલગાડી સેવાઓ બંધ થયા પછી આ સ્ટેશન બંધ કરવાની યોજના બનાવી હતી. આ સ્થળ લગભગ નિર્જન બની ગયું હતું. ત્યારે અધિકારીઓને ખ્યાલ આવ્યો હતો. કે આ સ્ટેશન વિસ્તારની શાળાએ જતી છોકરીઓ માટે ખુબજ મહત્વપૂર્ણ છે ત્યારે તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. આ સ્ટેશન ખાસ કરીને કાના હરડા નામની શાળાએ જતી છોકરી માટે જીવનરેખા સાબિત થયું હતું. ઘણાં વર્ષો સુધી સ્ટેશન ફકત એટલા માટે કાર્યરત રહ્યું કે, કાના હરડા દરરોજ શાળાએ આવી શકે અને ત્યાંથી ટ્રેન થોડી જ વાર ઉભી રહેતી એકવાર તેને છોડવા અને બીજીવાર તેને તેડવા જો સ્ટેશન બંધ થઈ જાય તો કાનાને શાળાએ પહોંચવા માટે બીજી એકસપ્રેસ ટ્રેન પકડવા માટે લગભગ 73 મિનિટ ચાલીને જવું પડત.
જ્યારે કાનાએ સ્નાતક થયા અને માર્ચ 2016 માં શૈક્ષણિક વર્ષ પુરુ થયું ત્યારે કહ્યું – શિરાતાકી સ્ટેશન કાયમ માટે બંધ થઈ ગયું. આ વાત હેડલાઇન્સ બની અને લોકોના હૃદયને સ્પર્શી ગઈ.


