ગઈકાલે સાંજે ઉત્તરાખંડના ટનકપુરમાં એક મોટો રેલ્વે અકસ્માત ટળ્યો હતો. પૂર્ણાગિરિ જન શતાબ્દી એક્સપ્રેસની સામે અચાનક જાનવર આવી ગયું હતું અને ટ્રેન રોકવાની કોશિશમાં અચાનક પ્રેશર પંપ ફાટી ગયું હતું. જેના પરિણામે ટ્રેન પાટા પર ઉલટી દોડવા લાગી હતી. 25 કિલોમીટર સુધી ટ્રેન ઉલટી દિશામાં ચાલી હતી. પેસેન્જરો ટ્રેનની ચેઇન ખેંચીને પણ ટ્રેન રોકવાની કોશીશ કરી રહ્યા હતા પરંતુ ટ્રેન રોકવામાં સફળતા ન મળી. બાદમાં મોટા પથ્થર અને લાકડા રાખીને ટ્રેન રોકવામાં આવી હતી. અને સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.
દિલ્હીથી પીલીભીત થઈને ટનકપુર જઈ રહી પૂર્ણાગિરિ જન શતાબ્દી એક્સપ્રેસ ટનકપુરમાં હોમ સિગ્નલથી જેવી પસાર થઈ રહી હતી જ્યાં એક ગાય ટ્રેનની નીચે આવી ગઈ. ચાલક દ્વારા બ્રેક લગાવીને ટ્રેનને રોકવામાં આવી. તે બાદ જ્યારે ટ્રેનને આગળ વધારવા માટે વેક્યૂમ ખેંચવામાં આવી તો આશ્ચર્યજનક રીતે ટ્રેન ટનકપુર જવાની જગ્યાએ ઉલ્ટી દીશામાં દોડવા લાગી. ટ્રેનમાં સવાર મુસાફરો ઉલ્ટી ટ્રેનને જોઈને દંગ રહી ગયા છે. ટ્રેન રિવર્સ હોવાની સુચના મળતા જ રેલ કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. બ્રેક ફેઈલ થઈ ચુકી હતી. તેથી ટ્રેકને અવરોધ કરીને જ ટ્રેનને રોકવી એકમાત્ર વિકલ્પ રહ્યો હતો. જેના લીધે રેલવે કર્મિઓએ આ ટ્રેક પર જગ્યાએ જગ્યાએ નાના-નાના પથ્થર મુકી દીધાં તેનાથી ટ્રેનની રફ્તાર ધીરે-ધીરે ઘટી ગઈ અને ટ્રેન અટકી.