આ કેસની વિગત મુજબ, જામનગરમાં ઓમ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના માલીક પંકજભાઈ ગોપાલભાઈ કાછડીયા પાસેથી જુદા જુદા બીલથી રૂા. 4,78,000 કિંમતના બ્રાસ પાર્ટસ મટીરીયલ્સની ત્રિવેન્દ્રમ કેરેલામાં રહેતા ગ્લાસ પોઈન્ટના તેમજ ફોનીકસ ધી હાર્ડવેર કલેકશન ઈન્ડીયાના માલીક કે.એમ.અશરફે ખરીદી કરી આ રકમ પૈકીની રૂા. 50,000 પરત ચુકવવા માટે કે.એમ.અશરફ દ્વારા તેઓની પેઢીનો એકસીસ બેંક લી., થીરૂવન્નથપુરમ (કેરાલા) શાખાનો ચેક આપ્યો હતો. જે ચેક પંકજભાઈએ ધી કોમર્શીયલ કો. ઓપરેટીવ બેંક લી., શંકરટેકરી શાખા, જામનગરના ખાતામાં કલીયરીંગ માટે જમા કરાવતા “ફંડસ ઈનસફીશીયન્ટ” શેરા સાથે ચેક પરત ફર્યો હતો. જેથી પંકજભાઈએ વકીલ નાથાલાલ પી. ઘાડીયા મારફત નોટીસ આપેલ તેમ છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા પંકજભાઈએ કે.એમ.અશરફ સામે જામનગરની અદાલતમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગરના સાતમા એડી.ચીફ.જયુડી.મેજીસ્ટ્રેટ બી.કે.જાદવની અદાલતમાં ચાલી જતાં ગ્લાસ પોઈન્ટના તેમજ ફોનીકસ ધી હાર્ડવેર કલેકશન ઈન્ડીયાના માલીક કે.એમ.અશરફને છ માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. 50,000 પુરા ફરીયાદીને વળતર પેટે ચુકવવા હુકમ ફરમાવવામાં આવેલ છે.
ફરીયાદી તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, હિતેન એસ. અજુડીયા, પરેશ એસ. સભાયા, રવિન્દ્ર કે. દવે, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, પ્રિયેન કે.મંગે, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, અર્પિત એમ.રૂપાપરા તથા હસમુખ એમ. મોલીયા રોકાયેલ હતા.