ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલા યુદ્ધમાં ભારતના વિજયને 50 વર્ષ પૂર્ણ થયા છે. આ વિજય યુદ્ધની યાદગીરી આપતી વિજય મશાલ જામનગર આવી પહોંચી છે. આ વિજય મશાલ જામનગરના રણમલ તળાવ ખાતે રખાયા બાદ વાલસુરા ખાતે આ મશાલને લઇ જવાઇ હતી.
જ્યાં ભારતીય નૌસેના વાલસુરાના અધિકારીઓ, નૌ સૈનિકો તથા યુવાઓએ ભારે ઉત્સાહ સાથે વિજય મશાલનું સ્વાગત કર્યુ હતું. આ તકે વાલસુરાના કમાન અધિકારી કમોડોર ગૌતમ મારવાહાએ પૂર્વ સૈનિકોને સન્માન કરી સશસ્ત્ર સેનાના વિરજવાનોની શહાદતના યાદગાર યુધ્ધ સ્મારક ઉપર પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.