Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયત્રીજી લહેરનો ખતરો ઘટયો, કેરલમાં કોરોના ઓસર્યો

ત્રીજી લહેરનો ખતરો ઘટયો, કેરલમાં કોરોના ઓસર્યો

કેરલમાં કોરોનાના કેસ તેના પીકથી નીચે આવી ગયા

- Advertisement -

છેલ્લા ચાર દિવસથી, દેશભરમાં, કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે અને કેરલમાં પણ કોરોના ટોચ ઉપરથી નીચે ઉતર્યો છે. હેલ્થ, એક્સપર્ટસના કહેવા પ્રમાણે છેલ્લા ચાર દિવસમાં દેશનાં કોરોનાના કેસો, 30 હજારથી નીચે ગયા છે. કેરલમાં જ્યારે કોરોના પીક ઉપર હતો, ત્યારે રોજના 25થી 30 હજાર નવા કેસો નોંધાતા જતા હતા. આજે તેની સંખ્યા લગભગ અર્ધાથી ઘટી, 15,876 જેટલી જ નોંધાઈ છે.

- Advertisement -

એઇમ્સના પ્રોફેસર ડો. સંજય રાયે કહ્યું છે કે, છેલ્લા ત્રણ-ચાર માસના ડેટા પ્રમાણે, જોતાં હવે કેરલમાં પણ કોરોના તેની ટોચ ઉપરથી નીચે ઉતરી ગયો છે, અને આવતાં બે સપ્તાહમાં તેની સંખ્યામાં ભારે ઘટાડો થશે. ઉત્તર-પૂર્વમાં રાજ્યોની જેમ, ઓક્ટોબરના પ્રારંભથી જ કોરોનાના કેસોમાં સારો એવો ઘટાડો નોંધાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રસી લેવાથી અને એન્ટી બોડીને લીધે આ ઘટાડો થયો છે. અધિકાંશ જનતા અતિસંવેદનશીલ (કોરોના અંગે) હતી, પરંતુ છેલ્લાં સર્વેક્ષણ પ્રમાણે 46 ટકા લોકોમાં રસી તથા સંક્રમણને લીધે પણ એન્ટીબોડી ઉદ્ભવ્યાં છે. રાજ્ય સરકાર પ્રયત્નો તો કરે જ છે પરંતુ તે ’નિયંત્રણ ઉપાયો’ માત્ર વાયરસના પ્રસારને રોકે છે

સપ્ટેમ્બરનાં પહેલાં સપ્તાહ દરમિયાન, 30,000થી વધુ કેસો, મળ્યા હતા, પરંતુ હવે તે સંખ્યામાં ઘણી ઘટ આવી છે. મંગળવારે કેરલમાં, 15,876 કેસો જ નોંધાયા હતા. હજી સુધીમાં કેરલમાં 44,06,365 જેટલા કેસ નોંધાયા છે. કેરલના સ્વાસ્થ્ય પ્રમાણે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા, બે લાખથી નીચે (1,98,865) ગઇ છે. જ્યારે, મંગળવારે સાજા થનારાઓની સંખ્યા, 25,654 હતી. આ રીતે કોરોનામાંથી સાજા થનારાઓની કુલ સંખ્યા 41,84,158 થઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular