Sunday, December 28, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસપ્તાહના અંતે આવી શકે છે ત્રીજી લહેરની પીક

સપ્તાહના અંતે આવી શકે છે ત્રીજી લહેરની પીક

મુંબઇ, કોલકાત્તામાં પીકના અનુમાનો સાચા પડયા : આગામી 4 દિવસ ખૂબજ મહત્વનાં : આઇઆઇટી કાનપુરના મોડલ મુજબ 7 લાખથી વધુ કેસ આવવાની સંભાવના

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડાની સાથે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું સંક્રમણની ગતિ ધીમી થઈ રહી છે. આવી સ્થિતિમાં એક સવાલ એ પણ સામે આવી રહ્યો છે કે, નિષ્ણાતો જાન્યુઆરીના અંતમાં કોરોના ચરમસીમાએ પહોંચવાની વાત કરી રહ્યા હતા, શું તેમના અનુમાન ખોટા હતા? જો નવા અંદાજો પર વિશ્ર્વાસ કરવામાં આવે તો ભારતમાં કોવિડ-19ના પિક હવે 23 જાન્યુઆરીએ આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન દેશમાં 7 લાખથી વધુ કેસ આવવાની સંભાવના છે.

- Advertisement -

ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં 2,58,089 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,73,80,253 થઈ ગઈ છે. ચેપના કુલ કેસોમાં કોરોના વાયરસના ’ઓમિક્રોન’ સ્વરૂપના 8,209 કેસ પણ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશના 29 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ’ઓમિક્રોન’ સ્વરૂપના 8,209 કેસ નોંધાયા છે. તેમાંથી 3,109 લોકો ચેપ મુકત થઈ ગયા છે અથવા અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે. ડેટા અનુસાર, ચેપનો દૈનિક દર 19.65 ટકા અને સાપ્તાહિક દર 14.41 ટકા નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,52,37,461 લોકો ચેપ મુકત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.30 ટકા છે, જયારે દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 94.27 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ’ઓમિક્રોન’ના સૌથી વધુ 1,738 કેસ છે.

ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 1,672, રાજસ્થાનમાં 1,276, દિલ્હીમાં 549, કર્ણાટકમાં 548 અને કેરળમાં 536 કેસ છે. નિષ્ણાતોના મતે, દરેક સંક્રમિત નમૂનાનું જીનોમ સિકવન્સિંગ શકય નથી, પરંતુ આ વર્તમાન તરંગમાં મોટાભાગના કેસ ’ઓમિક્રોન’ના છે. આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં ભારતમાં કોવિડ-19ની વર્તમાન લહેર લગભગ ખતમ થઈ જશે. આઇઆઇટી કાનપુરના ’સૂત્ર’ મોડલ અનુસાર, જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં દેશમાં કોરોના સંક્રમણ તેની ટોચ પર હશે.

- Advertisement -

આ સાથે, નિષ્ણાત અને આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલનું કહેવું છે કે, દેશના મેટ્રો સિટીને લઈને ફોર્મ્યુલા મોડલમાં કરવામાં આવેલા મૂલ્યાંકન યોગ્ય નથી. આની પાછળ તેણે દલીલ કરી હતી કે, કોરોના ટેસ્ટને લઈને નવી ગાઈડલાઈન્સને કારણે ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે અને તેથી જ કેસ પણ ઓછા આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, 15થી 16 જાન્યુઆરી દરમિયાન દિલ્હીમાં કોરોના સંક્રમણનું પિક નોંધવામાં આવ્યું હતું. ગાણિતિક મોડલ મુજબ આ સમયે, રોજના 45 હજાર દર્દીઓ આવવાના હતા. પરંતુ આ દરમિયાન સંક્રમિત દર્દીઓની સંખ્યા 28 હજારની નજીક રહી હતી. મુંબઇમાં કોરોનાની પીક 12 જાન્યુ. આંકવામાં આવી હતી કેસને લઇને 72 ટકા તે સાચુ પડ્યું. કોલકતામાં 13 તારીખ હતી અને અનુમાન 70 ટકા સાચુ સાબિત થયું બેંગ્લોરમાં 22 જાન્યુ. પીક આવશે અને એ દરમ્યાન 60,000 કેસ નોંધાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular